અબુ ધાબીમાં યોજાયેલી ADIHEX 2026 હરાજીમાં 'Qarmousha Pure Ultra White' નામનું દુર્લભ સફેદ બાજ 15 લાખ UAE દિરહામ (લગભગ ₹4 કરોડ)માં વેચાયું છે. અહેવાલો અનુસાર, એક પિતાએ પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે આ સોદો કર્યો હતો. આ ઘટનાના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ સફેદ બાજનું વજન લગભગ 1 કિલો છે અને તેની લંબાઈ તથા પહોળાઈ 16.5 ઈંચ છે. તે અમેરિકાના પ્રખ્યાત Mark Moglich Falcon Farm સાથે સંકળાયેલું છે. તેની ખાસ નસલ અને દુર્લભ સફેદ રંગને કારણે તેની કિંમત સામાન્ય બાજો કરતાં અનેકગણી છે.
યુએઈની સંસ્કૃતિમાં બાજ પાળવા અને શિકારની પરંપરા સદીઓ જૂની છે. ADIHEX પ્રદર્શનમાં વિશ્વભરના બ્રીડર્સ અને ખરીદદારો ભાગ લે છે. આ વર્ષે 55 જેટલા ફાલ્કન બ્રીડિંગ ફાર્મ્સે ભાગ લીધો હતો, જે ગત વર્ષ કરતાં 20 ટકા વધુ છે.