સત્ય. સાહસ. સંકલ્પ.

T20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ: પહેલી ઓવરમાં 14 છગ્ગા, સ્ટર્લિંગ-લુઈસને પાછળ છોડ્યા

T20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ: પહેલી ઓવરમાં 14 છગ્ગા, સ્ટર્લિંગ-લુઈસને પાછળ છોડ્યા

ભારતીય ક્રિકેટર અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં તેણે ફક્ત 20 રન બનાવ્યા અને એક જ છગ્ગો ફટકાર્યો, પરંતુ આ એક છગ્ગાએ તેને પહેલી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બનાવી દીધો છે.

અભિષેકે પોતાની T20 કારકિર્દીમાં પહેલી ઓવરમાં કુલ 14 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝના ધમાકેદાર બેટ્સમેન પોલ સ્ટર્લિંગ અને એવિન લુઈસનો 13 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે.

જોકે, આ ઐતિહાસિક રેકોર્ડ છતાં અભિષેક આ મેચમાં લાંબી ઇનિંગ રમી શક્યો નહીં. તે ફક્ત 20 રન બનાવીને આઉટ થઈ ગયો. પહેલી T20 મેચમાં પણ તે ફ્લોપ રહ્યો હતો અને માત્ર 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બંને મેચોમાં તેને ઓફ-સ્પિનર રોસ્ટન ચેઝે આઉટ કર્યો છે. આ સાથે એ સવાલ ઊભો થયો છે કે શું ઓફ-સ્પિન અભિષેકની નબળાઈ બની રહી છે?

આ મેચ રાંચીમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટક્કર લીધી હતી. યજમાન ટીમમાં વૈભવ સૂર્યવંશીને પણ તક મળી ન હતી, જ્યારે સતત ફ્લોપ છતાં સંજુ સેમસનને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો.