ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા આ દિવસોમાં પોતાના રમતના પ્રદર્શન સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. શેર-એ-પંજાબ T20 લીગમાં અમૃતસર સુરમાસ ટીમના કેપ્ટન અભિષેક શર્મા ઘણીવાર બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે જોવા મળ્યા હોવાના સમાચાર છે. આ અંગે બંનેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ IPL 2025થી શરૂ થયેલી આ અફવાઓ ફરી તેજીમાં આવી છે.
લૈલા ફૈસલ દિલ્હીની વતની છે અને જાણીતા કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમણે દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને કિંગ્સ કોલેજ લંડનમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો અભ્યાસ પણ કર્યો છે.
હાલમાં લૈલા તેમના પિતાની કંપની 'સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી'માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્યરત છે. વર્ષ 2022માં તેમણે પોતાની માતા સાથે મળીને 'લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ' નામનું હાઇ-એન્ડ ફેશન લેબલ પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ચાહકોની સંખ્યા નોંધપાત્ર છે.