સત્ય. સાહસ. સંકલ્પ.

અભિષેક શર્માએ T20માં સૌથી ઓછા બોલમાં 6000 રન પૂરા કર્યા, ભારતને અફઘાનિસ્તાન સામે 7 વિકેટની જીત

અભિષેક શર્માએ T20માં સૌથી ઓછા બોલમાં 6000 રન પૂરા કર્યા, ભારતને અફઘાનિસ્તાન સામે 7 વિકેટની જીત

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સીરિઝની પહેલી મેચ રમાઈ. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 156 રન બનાવી શકી. જવાબમાં ભારતે 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 157 રન બનાવી 7 વિકેટથી જીત મેળવી.

ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ આ મેચમાં 82 રનની તોફાની ઈનિંગ રમી. તેમણે ટી20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કર્યા. આ સાથે તે T20માં સૌથી ઓછા બોલમાં 6000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બન્યો. વિશ્વ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.

અભિષેકને 6000 રન પૂરા કરવા માટે 5 રનની જરૂર હતી. પહેલી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને તેમણે આ લક્ષ્ય પૂરું કર્યું. આ ઈનિંગ દરમિયાન તેમણે 3420 બોલમાં 6000 T20 રન પૂરા કર્યા. આ સાથે તે સૌથી ઓછા બોલમાં 6000 T20 રન પૂરા કરનાર એશિયન બેટ્સમેન પણ બન્યો.

અભિષેકે T20 ઇન્ટરનેશનલમાં પહેલી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે રોહિત શર્માની બરાબરી કરી છે. બંનેના નામે 12-12 સિક્સ છે.

અભિષેક સનરાઈઝર્સ હૈદરાબાદ માટે IPLમાં પણ રમે છે. (તમામ ફોટો: PTI)