સત્ય. સાહસ. સંકલ્પ.

CJP સ્થાપક અભિજિત દીપકને દિલ્હી કોર્ટમાંથી શરતી જામીન, 'લહેરા દો તિરંગા' પ્રદર્શન પહેલાં થઈ હતી ધરપકડ

CJP સ્થાપક અભિજિત દીપકને દિલ્હી કોર્ટમાંથી શરતી જામીન, 'લહેરા દો તિરંગા' પ્રદર્શન પહેલાં થઈ હતી ધરપકડ

દિલ્હીમાં શુક્રવારે યોજાયેલા 'લહેરા દો તિરંગા' પ્રદર્શન પહેલાં કસ્ટડીમાં લેવાયેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજિત દીપકને શરતી જામીન મળી ગયા છે. દિલ્હી પોલીસે તેમની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126/170 હેઠળ કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી. શનિવારે તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 50 હજાર રૂપિયાના શ્યોરિટી બોન્ડ (પીસ બોન્ડ) ભરીને શાંતિ જાળવવાની શરતે જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે નહીં. બોન્ડ ભરવાની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ટૂંક સમયમાં જ જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

'તિરંગા માર્ચ' પહેલાં કરાઈ હતી અટકાયત: અભિજિત દીપકની શુક્રવારે દિલ્હીમાં આયોજિત 'લહેરા દો તિરંગા' માર્ચ પહેલાં દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. તેમની સાથે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાની પણ અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેમને અગાઉ જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. શનિવારે દીપકને કડક સુરક્ષા વચ્ચે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાંથી તેમને આ શરતી જામીન મળ્યા છે.

પોલીસ કાર્યવાહી અને અગાઉની અટકાયત: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ એક્ટની કલમ 65 હેઠળ અટકાયતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126 અને 170 હેઠળ શાંતિ ભંગના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ 10 ઓક્ટોબરે પણ દિલ્હી એરપોર્ટ પરથી તેમની અટકાયત કરવામાં આવી હતી, જ્યાં તેમને એક વર્ષ સુધી શાંતિ જાળવવાના બોન્ડ પર સાઇન કરાવવામાં આવ્યા હતા.