સત્ય. સાહસ. સંકલ્પ.

ઈજા પણ સેહવાગને રોકી શકી નહીં, ફાઇનલમાં પાકિસ્તાન સામે ફટકારી જોરદાર અડધી સદી

ઈજા પણ સેહવાગને રોકી શકી નહીં, ફાઇનલમાં પાકિસ્તાન સામે ફટકારી જોરદાર અડધી સદી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર અડધી સદી ફટકારી છે. આ મેચ ઓમાનમાં રમાઈ રહી છે.

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શાનદાર શરૂઆતની જરૂર હતી. ઓપનર આર્યવીરે ઇનિંગ્સની શરૂઆતમાં હાથમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં બેટિંગ ચાલુ રાખી અને અડધી સદી પૂરી કરી. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે તેણે માત્ર 22 રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તેણે આક્રમક બેટિંગ કરી.

આર્યવીરની આ ઇનિંગ્સથી ભારતીય ટીમને મજબૂત શરૂઆત મળી છે. તે અંડર-19 એશિયા કપ 2026માં અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે.