સત્ય. સાહસ. સંકલ્પ.

વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર બન્યો દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન

વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર બન્યો દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટના જાણીતા બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગને દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 18 વર્ષીય આર્યવીર દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) દ્વારા જાહેર કરાયેલી 16 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. DDCAએ 3 ઓક્ટોબરે ટીમની જાહેરાત કરી હતી.

વિનુ માંકડ ટ્રોફીની આ આવૃત્તિ 8 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. આર્યવીર માટે આ પ્રથમ મોટી કેપ્ટનશિપની જવાબદારી છે.

તાજેતરમાં જ આર્યવીરે ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં રમાયેલી યુથ વનડે સિરીઝમાં ભારત અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રથમ મેચમાં તેણે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા, બીજી મેચમાં 47 રન અને ત્રીજી મેચમાં 34 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત, 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં મેઘાલય સામે 297 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. દિલ્હી પ્રીમિયર લીગમાં પણ તે વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો હતો.

દિલ્હી અંડર-19 ટીમ: આર્યવીર સેહવાગ (કેપ્ટન), તન્મય ચૌધરી, અર્ણવ બુગ્ગા (વાઇસ કેપ્ટન), ધન્યા નકરા, ઉદય ચાવલા, ગર્વ કુમાર, અભિરાજ ગગન સિંહ (વિકેટકીપર), તરુણ સિંહ (વિકેટકીપર), આર્યન શર્મા, ઓજસદીપ સિંહ, કિરીત કૌશિક, વરુણ વંજાણી, રુદ્ર દેવ યાદવ, પ્રદ્યુમન સનન, પાર્થ રાજ, શાંતનુ યાદવ.