સત્ય. સાહસ. સંકલ્પ.

2026નો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને: અવકાશમાંથી આવતા ન્યુટ્રિનોની શોધ બદલ સન્માન

2026નો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને: અવકાશમાંથી આવતા ન્યુટ્રિનોની શોધ બદલ સન્માન

રોયલ સ્વીડિશ એકેડેમી ઑફ સાયન્સિસે 2026નો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવાની જાહેરાત કરી છે. તેમને આ સન્માન આઇસક્યુબ ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરીના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન અને અવકાશમાંથી પૃથ્વી પર આવતા અત્યંત ઊર્જાવાળા ન્યુટ્રિનોની શોધ માટે આપવામાં આવ્યું છે.

નોબેલ વિજેતાઓને ડિસેમ્બરમાં સ્વીડનના સ્ટોકહોમ ખાતે સન્માનિત કરવામાં આવશે. તેમને મેડલ, ડિપ્લોમા અને પુરસ્કારની રકમ આપવામાં આવશે. 2026માં નોબેલ પુરસ્કારની રકમ આશરે 11.5 કરોડ રૂપિયા છે. એકથી વધુ વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળે તો રકમ તેમની વચ્ચે વહેંચાય છે.

ઉલ્લેખનીય છે કે 2025નો ફિઝિક્સનો નોબેલ જૉન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જૉન એમ. માર્ટિનિસને આપવામાં આવ્યો હતો. તેમને ઇલેક્ટ્રિક સર્કિટમાં ક્વાન્ટમ ઘટનાઓનું અવલોકન કરવાની શોધ માટે સન્માનિત કરાયા હતા. વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું હતું કે ક્વાન્ટમ દુનિયાના નિયમો ફક્ત અત્યંત નાના કણોમાં જ નહીં, પણ ઇલેક્ટ્રિક સર્કિટમાં પણ જોઈ શકાય છે. આ શોધથી ક્વાન્ટમ કમ્પ્યુટિંગ જેવી નવી ટેકનોલોજીને સમજવામાં અને આગળ વધારવામાં મદદ મળી હતી.